બિઝનેસ ડિરેક્ટરી નું વિમોચન
14 Jul, 2021
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સુરત દ્વારા તારીખ ૧૦.૦૭.૨૧ ને શનિવારના રોજ એસ.વી.વી.પી બિઝનેસ ફોરમની માસિક મિટિંગ માં સુરતના વૈષ્ણવ-વણીક વ્યવસાયિકો ની બિઝનેસ ડિરેક્ટરી નું વિમોચન સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, સાઉથ ગુજરાત ના પ્રમુખ અને ખડાયતા સમાજના અગ્રણી શ્રી કનુભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેની ડિજિટલ કોપી વેબસાઈટ www.svvpsurat.com પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત મિટિંગમાં ડિજિટલ મીડિયા માર્કેટિંગ વિષય પર નિષ્ણાત શ્રી ભૌતિકભાઈ શેઠ ના સેમીનાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.