SVVP સુરત દ્વારા વેબસાઈટ નું ઉદ્ઘાટન www.svvpsurat.com
14 Jul, 2021
તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૧,સોમવારે અષાઢીબીજ ને રથયાત્રા ના શુભદિવસે SVVP સુરત દ્વારા વેબસાઈટ નું ઉદ્ઘાટન SVVP સુરત ના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ સી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટનમાં SVVP સુરતના કમિટી સભ્યો કાર્યાલય પર હાજર રહ્યા હતા,આ ઉપરાંત ઝૂમ મીટીંગ પ્લેટફોર્મ પર SVVP ના સભ્યો, SVVP વડોદરા અને SVVP અમદાવાદના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા.
નવી વેબસાઈટ SVVP ના ડીજીટલાઇઝેશન ના ધ્યેય ને ધ્યાને રાખી ડિઝાઇન કરવામાં આવી છે.જેમાં સભ્યોની ઈ-ડિરેક્ટરી, મેટ્રીમોનિયલ, બિઝનેસ ફોરમ જેવી જરૂરી માહિતી ઉપરાંત સમાચારો, કાર્યક્રમો, સભ્યોની વ્યવસાય જાહેરાતો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેબસાઇટમાં ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતના સભ્યોની વિગતો પણ આમાં આવરી લેવામાં આવશે.