ડિજિટલ માર્કેટિંગ II "સ્વપ્ન પુષ્ટિ" ઈ-બુલેટિનના જન્માષ્ટમી અંક
03 Sep, 2021
આજરોજ તારીખ ૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ SVVP બિઝનેસ ફોરમની એક મિટિંગ શ્રીજી વાટિકા, પીપલોદ ખાતે રાખવામાં આવી હતી. જેમાં ફોરમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્ર ગીત થી કરવામાં આવી હતી. ચેતનભાઇ શેઠે બિઝનેસ ફોરમના વિસ્તાર ઉપર વાત કરી હતી, જૈમિન શેઠે ફોરમના હાલના રજિસ્ટર્ડ હાજર સભ્યોના ધંધાકીય પરિચય સાથે તેમની ઓળખાણ કરાવી હતી.
જીગરભાઈ મહેતાએ ડિજિટલ માર્કેટિંગ વિષય ઉપર રસપ્રદ વાતો કરી હતી.
દેવાંગભાઈ ગાંધીએ સ્ટેજ સંચાલન કર્યું હતું.
સભ્યોની સારી કામગીરી બદલ ફોરમ તરફથી તેમને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
SVVP સુરત દ્વારા પ્રકાશિત "સ્વપ્ન પુષ્ટિ" ઈ-બુલેટિનના જન્માષ્ટમી અંકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ SVVP ના પ્રમુખ દક્ષેશભાઈ શાહ નો જન્મદિવસ સૌ સભ્ય મિત્રો ની સાથે ઉજવવાનો અવસર મળ્યો હતો અને સૌ એ સાથે સ્વરુચિ ભોજન લીધું હતું અને એકબીજા સાથે પરિચય કેળવ્યો હતો.